ખેડામાં શિક્ષકે કરી વિદ્યાર્થિની સાથે છેડતી

February 13, 2020 650

Description

ખેડામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં નડિયાદની નગરપાલિકા સંચાલિત શાળા નંબર-2ના કેવલ વાઘેલા નામના શિક્ષકે ધોરણ 7માં ભણતી વિદ્યાર્થીની સાથે છેડતી કરી હતી.

જેમાં રિશેષ દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીની સાથે છેડતી કરી હતી. હાલ છેડતી કરનાર શિક્ષક કેવલ વાઘેલા ફરાર થયો છે. આ ઘટના અંગે વિદ્યાર્થીનીએ વાલીને જાણ કરતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ વિદ્યાર્થીનીએ સ્કૂલ બોર્ડના ચેરમેન સમક્ષ રજૂઆત કરી હતી. જેને લઈને સ્કૂલ બોર્ડના ચેરમેને છેડતી કરનાર શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે.

Leave Comments