જામનગર જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોના ઉભા પાક ધોવાઈ ગયા

November 8, 2019 605

Description

જામનગર જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોના ઉભા પાક ધોવાઈ ગયા છે. સરકાર દ્વારા વીમા કંપનીઓને સર્વે કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. લાલપુર તાલુકાના મુરીલા ગામે વીમા કંપનીના સર્વેયરો સાથે કિશાન કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો પહોંચ્યા હતા.

આ સર્વેમાં નિયમ મુજબ કાર્યવાહી ન થઇ રહી હોવાનોં આક્ષેપ કિશાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ કર્યો છે. વીમા કંપની જો નિયમોનો ભંગ કરે તો તેની સામે એક્શન લેવામાં આવશે. પરંતુ ખુદ કૃષિમંત્રીના જિલ્લામાં જ વીમા કંપનીઓ દ્વારા નિયમોનો ઉલાળ્યો કરવામાં આવ્યો છે.

નિયમ મુજબ તાલુકા એકમની સમિતી બનાવી સરવે કરવાનો હોય છે. પરંતુ અહીં આ સમિતી જ નથી એટલું જ નહીં સરવે દરમિયાન બે ખેડૂત આગેવાન સાથે રાખવાના હોય પરંતુ તે પણ વીમા કંપનીના માણસો સાથે નથી.

Leave Comments