પોરબંદરના શ્રીનગરની પ્રાથમિક શાળા બિસ્માર હાલતમાં

August 13, 2019 380

Description

પોરબંદર જિલ્લાના શ્રીનગર ગામે આવેલી પ્રાથમિક શાળાના ઓરડા બિસ્માર હાલતમાં જોવા મળ્યા. છતમાંથી ચોમાસા દરમિયાન પાણી ટપકે છે. તો જે ઓરડાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યા છત પરથી પોપડા ખરે છે.

અભ્યાસ કરતી વખતે જો પોપડું વિદ્યાર્થી પર પડે તો જીવ પણ જવાનો ભય છે. ત્યારે વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. તમે ઓરડાની હાલત જુઓ તો તિરાડો પડી ગઇ છે. કોલમ બિંબમાં તિરાડો અને દીવાલો પર સ્પષ્ટ રીતે દેખાઈ છે કે છત આને દીવાલોમાંથી પાણીના ધોધ વહી રહ્યા છે.

ગમે ત્યારે આ ભાગ છુટો પડી નીચે પડી શકે છે. આ પંખામાંથી પાણી ટપકે છે. અને તે કારણે વિજળીનો કરંટ લાગવાની પણ ભીતી છે. વિદ્યાર્થીઓ ખુલ્લામાં ઝાડ નીચે જ્યા પાણી અને ગંદકી છે ત્યા જમી રહ્યા છે. તો શું આ છે સરકારના પોકળ દાવા?. આવી રીતે ભણશે ગુજરાત?. ગુજરાતનું ભવિષ્ય બિસ્માર ઓરડામાં જીવના જોખમે અભ્યાસ કરતું રહેશે?.

Leave Comments