હૈદરાબાદની તબીબ ડોક્ટર રેપ અને હત્યા કેસમાં મોટો ખુલાસો

December 2, 2019 2855

Description

હૈદરાબાદમાં સરકારી મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યાની હચમચાવનારી ઘટનામાં મોટો ખુલાસો થયો છે. જેમાં આરોપીઓએ જાણીજોઇને જ પીડિતાની સ્કૂટીમાંથી હવા કાઢી નાંખી હતી. જેથી પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો કે ગેંગરેપ દરમિયાન પીડીતાએ મદદ માટે બૂમો પાડી હતી. તેથી આરોપીઓને લાગ્યુ કે તેઓ પકડાઇ જશે. એટલે આરોપી મહોમ્મદ આરીફે પીડિતાનુ મોં દબાવી દીધુ જેથી કોઇને અવાજ ન સંભળાય.

કહેવામાં આવી રહ્યુ છે કે, શ્વાસ રૂંધાઇ જવાથી પીડિતાનું મોત નીપજ્યુ છે. મહત્વનુ છે કે, આ મામલે તેલંગણા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મોહમ્મદ આરીફ, નવીન, ચિંતાકુલા કેશાવુલુ અને શિવાને ઝડપી પાડ્યા છે. ત્યારે 27 નવેમ્બરે રાત્રે 9.35 થી 10 વાગે આ ઘટના બની હતી. જેમાં નરાધમોએ ગેંગરેપ બાદ હત્યા કરીને મૃતદેહને સળગાવી નાખ્યો હતો.

Leave Comments