મકરસંક્રાંતિના દિવસે વરિષ્ઠ નાગરિકો દ્વારા એક અનોખી સ્પર્ધાનું આયોજન

January 14, 2020 1280

Description

મકરસંક્રાંતિના દિવસે જૂનાગઢમાં સિનિયર સિટીઝનો દ્વારા એક અનોખી સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડીલ મહિલા અને પુરુષો જ ભાગ લઈ શકે છે. એટલે આ સ્પર્ધા ખૂબ જ રસપ્રદ હોય છે. જેમાં સ્પર્ધામાં ભાગ લઈ સિનિયર સિટીઝનો હજુ પણ પોતાનું જોમ બતાવી ખુશ થાય છે.

જૂનાગઢમાં છેલ્લા આઠ વર્ષથી મકરસંક્રાંતિના દિવસે સિનિયર સિટીઝનો સૌથી વધુ લાડુ કોણ ખાઇ શકે તે માટેની સ્પર્ધાનું આયોજન કરે છે. જેમાં જૂનાગઢના અપના ઘર ખાતે સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા આ વર્ષે ૮મી લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી.

પાંચ મિનિટની અંદર બે વૃદ્ધોએ 13 લાડુ ખાધા હતા. જેથી ટાઈ પડી હતી. બાદમાં ફરીવાર બંને વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી. જેથી પુરુષ વિભાગમાં વિજેતા થનાર વૃદ્ધે 22 લાડુ ખાવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે લાડુ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ વૃદ્ધાએ સૌથી વધુ ૧૪ મમરાના લાડુ ખાય પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

Leave Comments