કેવડિયા ખાતે ઓલ ઈન્ડિયા DG કોન્ફરન્સનો આજે બીજો દિવસ

December 22, 2018 1655

Description

કેવડિયા ખાતે ઓલ ઈન્ડિયા DG કોન્ફરન્સ ચાલી રહી છે. ત્યારે બીજા દિવસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી DG કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. દેશની આંતરિક સુરક્ષાને લઇને દેશભરના ડીજી અને પોલીસ વડાઓ સાથે અહીં ચર્ચા વિચારણા કરવામાં આવ્યા છે. પ્રથમ દિવસે થયેલી ચર્ચા બાદ ગૃહપ્રધાને નિવેદન આપ્યું છે કે પહેલાં કરતા આંતરિક સુરક્ષાની સ્થિતિમાં ઘણો સુઘાર થયો છે.

ઉત્તર-પૂર્વ અને વામપંથી ઉગ્રવાદથી પીડિત રાજ્યોમાં સ્થિતિ સુધરી છે. કુલ ઘટનાઓમાં 17 ટકાનો અને નાગરિકોની જાનહાનિમાં 38 ટકાનો ઘટાડો થયો છે. એએફએસપીએ અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં હળવો કરાયો. મ્યાન્મારમાંથી આતંકવાદીઓ દ્વારા દેશમાં સૌથી મોટો ખતરો છે.

મ્યાનમારમાંથી ઉગ્રવાદી જૂથોનું સંચાલન થઈ રહ્યું છે. અંતરિયાળ વિસ્તારમાં પણ આતંકવાદ પ્રસર્યો છે. સુરક્ષા એજન્સીએ 2018માં 125 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. જોકે 2017ની સરખામણીમાં હિંસાઓ ઘટી હોવાનું સામે આવ્યું છે.

Leave Comments