નર્મદા વિસ્તારના તળાવમાં ઉતરશે સી પ્લેન, પ્રવાસીઓ માટે નવું આકર્ષણ

January 11, 2019 1760

Description

પ્રવાસીઓને આકર્ષવા સરકાર દ્વારા સ્ટેચ્યુ ઑફ યુનિટિમાં નવા નવા આકર્ષણનો ઉમેરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે નર્મદા વિસ્તારના તળાવમાં સી પ્લેન ઉતરી શકે છે. હાલમાં વનવિભાગ દ્વારા તળાવમાં રહેલા મગરોને અન્ય સ્થળે સ્થળાંતર કરવા કામગીરી શરૂ કરવામાં આવી..આપ જોઇ રહ્યા છો આ દ્રશ્યોમાં મહાકાય મગરને પાંજરે પુરવામાં આવી રહ્યો છે.

તળાવની ફરતે મગરોને પકડવા પાંજરા મુકાયા છે. અત્યાર સુધીમાં બે મગરો ઝડપાયા. થોડા સમય અગાઉ જ હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવામાં આવી હતી. જેને ઘણી સારી સફળતા મળી રહી છે.. ત્યારે સાબરમતી, શેત્રુંજી, ધરોઇ તથા નર્મદા ડેમ વિસ્તારમાં સી પ્લેન શરૂ કરવા આયોજન છે. મહત્વનુ છે કે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે તળાવમાં સી પ્લેન ઉતારવાનુ હતુ પરંતુ તળાવમાં અનેક મગરો હોવાથી સી પ્લેન ઉતારવાનુ કામ સ્થગિત કરાવામાં આવ્યુ.

Leave Comments