ગુજરાત સરકારના પૂર્વ મંત્રીનો સરકાર પર કટાક્ષ

January 12, 2020 2495

Description

ગુજરાત સરકારના પૂર્વ મંત્રીએ આજે સોશિયલ મીડિયામાં એક કવિતા પોસ્ટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. ભાજપ નેતા જયનારાયણ વ્યાસે દેશની સ્થિતિ વર્ણવતી કવિ જુગલ દરજીની એક કવિતા પોસ્ટ કરી છે. જયનારાયણ વ્યાસે કવિતાના માધ્યમથી હાલની સરકાર પર પ્રહાર કર્યા છે. બીજી બાજુ ભાજપના નેતા જયનારાયણ વ્યાસની પોસ્ટ અંગે કોંગ્રેસે કટાક્ષ કર્યો હતો.

જયનારાયણ વ્યાસે કવિ જુગલ દરજીની એક કવિતાના માધ્યમથી લખે છે કે, યુવા બેકાર પર લખતા કવિના હાથ ધ્રૂજે છે તેનો ઉલ્લેખ કર્યો છે. આ સિવાય કવિતામાં બેકારી, બેરોજગારી સ્ત્રી અત્યાચારના બનાવો, ભ્રષ્ટ્રાચાર અને ભાલામણની નીતિ ઉપર પણ કવિતામાં કટાક્ષ કર્યો છે.

જયનારાયણ વ્યાસે કરેલી પોસ્ટમાં લખ્યું છે કે સરકારની સામે બોલવામાં ડર લાગે છે, બેકાર યુવાઓની સ્થિતિ પર ડર લાગે છે, ગરીબી પર લખતા પણ ડર લાગે છે, અત્યાચાર વિશે લખતા પણ ડર લાગે છે, ભ્રષ્ટાચાર પર બોલતા પણ ડર લાગે છે, આ કવિતા ભાજપ નેતા જયનારાયણ વ્યાસે પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી કવિતાના આધારે રાજકારણ ગરમાયું તો વ્યાસે જણાવ્યું કે, હું સાહિત્યનો માણસ છું મને કાવ્ય ગમ્યું એટલે મેં પોસ્ટ કર્યું. આ પોસ્ટને રાજનીતિ સાથે કોઇ લેવા-દેવા નથી.

Leave Comments