સંદેશ ન્યૂઝ દ્વારા મોરબીના મુખ્ય માર્ગોનું રીયાલીટી ચેક

August 19, 2019 1310

Description

સંદેશ ન્યૂઝ દ્વારા આજે મોરબીના મુખ્ય માર્ગોનું રીયાલીટી ચેક કરવામાં આવ્યું હતુ. જેમાં મોરબીમાં ભારે વરસાદ બાદ વહીવટી તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. તથા પ્રિમોન્સુન કામગીરીના દાવા વચ્ચે મોરબીના મુખ્ય રોડની હાલત અત્યંત ખરાબ થઇ ગઈ છે. જેમાં અડધાથી એક ફૂટ સુધીના ખાડા પડી ગયા છે.

વાહનચાલકો જોખમ વચ્ચે વાહનો લઇને રોડ પરથી પસાર થવા મજબુર છે. મોરબીના રવાપર રોડની વાત હોય કે શનાળા રોડની વાત હોય. પાણી નિકાલના અભાવે રોડ પર પાણી ભરાઈ રહેતા રોડ સંપૂર્ણ તૂટી ચુક્યા છે.

Leave Comments