સંદેશ IMPACT : પાટણના મકોડીયામાં બોર બનાવવાની કલેકટરની ખાત્રી

May 15, 2019 1250

Description

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મકોડીયા ગામમાં પીવાના પાણીની ભારે તંગી હતી. વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્રારા કોઇ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હતા. દર વર્ષે ઉનાળામાં લોકોને વર્ષોથી પાણી માટે રઝળપાટ કરવો પડતો હતો. પરંતુ આ અંગે સંદેશ ન્યૂઝની ટીમે ગામની મુલાકાત લઇ અહેવાલ પ્રસારીત કરતાં પાટણ જિલ્લા કલેકટરે ગામની મુલાકાત લીધી હતી.

અને ગામમાં એક સપ્તાહમાં બોર બનાવી આપવાની કલેકટરે ગ્રામજનોને ખાત્રી આપી હતી. તેમજ હાલ પાણીના ટેન્કર શરૂ કરી દીધા છે. જેના કારણે હાલ પુરતી તો ગામની પાણીની સમસ્યા હલ થઇ ગઇ છે.

Leave Comments