સંદેશ ઇમ્પેક્ટ : અહેવાલ બાદ તંત્ર હરકત, પુલની કામગીરી ચાલુ

January 12, 2019 1280

Description

ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામે વરસાદના કારણે કોઝવે તૂટી ગયો હતો. જે અંગે સંદેશ ન્યૂઝના અહેવાલને લઇને તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક ધોરણે અહીં મોટો પુલ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી. ચોટીલાથી બોટાદ તરફ જતા રસ્તામાં નાની મોરસલ ગામે વરસાદના કારણે કોઝવે તૂટી ગયો હતો.

જેના કારણે આસપાસના ધાંધલપુર, પીપરાળી, સોખડા જેવા અનેક ગામોને ચોટીલા આવવા માટે તકલીફ પડી રહી હતી. સ્થાનિકો દ્વારા તંત્રને અનેક રજૂઆત કરાઇ હતી.

પરંતુ કોઇ જ નીરાકરણ ન આવતા આખરે સ્થાનિકોએ સંદેશ ન્યુઝ સમક્ષ પોતાની વ્યથા કહી અને સંદેશ ન્યુઝના અહેવાલથી તંત્ર હરકતમાં આવ્યું છે. હાલ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.. અને 50 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.. ટૂંક જ સમયમાં પુલ નિર્માણ થઇ જશે.

Leave Comments