સંદેશ ઇમ્પેક્ટ : પુલ બનાવવા અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી

January 11, 2019 1550

Description

છોટાઉદેપુરના નસવાડીમાં પોથલીપુરા ગામે સ્થાનિકોને પડી રહેલી હાલાકીને લઈને સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. પોથલીપુરા ગામે સ્થાનિકોને અશ્વિન નદીના પાણી માંથી પસાર થવું પડતુ હતું. વિદ્યાર્થીઓને પણ શાળાએ જવા માટે જીવના જોખમે નદીના પાણીમાં થઈને જવું પડતું હતુ.

સંદેશ ન્યૂઝે આ અંગે ગઈકાલે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેની અસર જોવા મળી છે. નસવાડી મામલતદાર, પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ તાત્કાલીક ધોરણે સ્થળની મુલાકાત લીધી. સાથે જ અધિકારીઓ દ્વારા ગ્રામજનો સાથે નદી પર પુલ બનાવવા અંગે ચર્ચા પણ કરવામાં આવી છે.

Leave Comments