પાલખીયાત્રા બાદ સદારામ બાપુના સાંજે 4 કલાકે અગ્નિસંસ્કાર કરાશે

May 15, 2019 3200

Description

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ટોટાણામાં વિરલ વ્યકિતત્વ અને દર્શનીય વિભૂતી એવા પૂજય સંતશ્રી સદારામ બાપાએ દુનિયાને અલવિદા કહી દીધી છે. છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. તેઓએ ટોટાણામાં અંતિમ શ્વાસ છોડી દીધો હતો. સંત સદારામ બાપુ 111 વર્ષની વયે દેવલોક પામ્યા છે.

આજે તેમની પાલખી યાત્રા નિકાળવામાં આવશે. સાંજે 4 કલાકે ટોટાણા ખાતે બાપાના અગ્નિસંસ્કાર કરાશે. સદારામ બાપાનાને ગુજરાત ગરિમા એવોર્ડથી સરકારે સન્માનિત કર્યા હતા.. સમાજમાં વ્યસન મુક્તિ, કુરિવાજ દૂર કરવામાં મહત્વનો ફાળો રહ્યો છે.. ‘દૂધીમાં દીવો બળે’, ‘કારેલામાં કૃષ્ણ જોયા’ તેમના પ્રચલિત ભજન છે.. બાપાએ 21 વર્ષની વયે સત્સંગનો માર્ગ અપનાવ્યો હતો.. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને બાપાને શ્રદ્ધાંજલિ અર્પી હતી..

Leave Comments