પુર્વ CMના પુત્ર રોહિત શેખર તિવારી મર્ડર કેસમાં નવો વળાંક

April 24, 2019 530

Description

બે સ્ટેટનાં CM રહી ચૂકેલા દિગ્ગજ નેતા એન.ડી. તિવારીનાં પુત્ર રોહિત શેખર તિવારી મર્ડર કેસમાં નવો વળાંક જોવા મળ્યો છે અને રોહિતનાં મર્ડરમાં પોલીસે રોહિતની જ પત્ની અપૂર્વાની ધરપકડ કરી છે.

રોહિતની માતા ઉજ્જવલા તિવારીએ અપૂર્વા પર હત્યાનો આરોપ લગાવતા સમ્રગ ઘટનામાં નવો વણાક આવ્યો હતો. ઉજ્જવલા તિવારીએ પોલીસને રાહિત-અપૂર્વા વચ્ચેના તણાવ પૂર્ણ સંબધોનો ખુલાસો કર્યો છે જે અપૂર્વા દ્વારા પોલીસની પ્રથમીક તપાસમાં છુપાવવામાં આવ્યો હતો.

માતા દ્રારા અપૂર્વાની નજર તિવારી પરીવારનાં એકનાં એક વારસદાર રોહિતની મિલકતો પર હોવાની વાત સાથે હત્યાનો આરોપ મુકવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે થોડા દિવસો પૂર્વે રહિતની લાશ તેના ઘરનાં એક રૂમમાંથી મળી આવી હતી.. પી એમ રીપોર્ટમાં રોહિતને ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થતા…અને ઉજ્જવલા તિવારીના આક્ષેપો બાદ અપૂર્વાની પોલીસે વિસ્તૃત પુછપરછ કર્યા બાદ ધરપકડ કરી છે.

Leave Comments