જૂનાગઢના માળિયા હાટીનામાં રોડ રસ્તા થયા બિસ્માર

August 19, 2019 1115

Description

વરસાદ બાદ રોડ રસ્તાની કામગીરીને લઇને તંત્રની પોલ ખૂલી છે. જૂનાગઢના માળિયા હાટીનામાં રોડ રસ્તા બિસ્માર બન્યા છે. જેમાં માંગરોળને જોડતો 3 કિમીનો રોડ ખખડધજ હાલતમાં જોવા મળ્યો છે.

રસ્તા પર ઠેર ઠેર ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. હજીતો ચોમાસા પહેલાજ આ રોડ બનાવ્યો હતો. પરંતુ રોડના માલસામાનની હલકી ગુણવત્તા કહો કે પછી કટકીખોર કોન્ટ્રાક્ટરોને કારણે વરસાદમાં રોડ ધોવાઇ ગયો છે.

જેમાં ડામરથી બનાવેલા આ રસ્તા પર ડામરનું નામોનિશાન દેખાતુ નથી. 12 ગામને જોડતો આ રસ્તાથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રામવાવ પાટીયાથી જુથળ સુધીના રોડમાં ભ્રષ્ટાચારના ગાબડા જોવા મળતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે.

Leave Comments