નવસારીમાં નિવૃત્ત આર્મીમેન સભ્યોએ નિશુલ્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટની રચના કરી

January 23, 2020 395

Description

નિવૃત્તિ બાદ વૃદ્ધો મોટાભાગે આરામ કરતા હોય છે. પરંતુ નવસારીના એક્સ આર્મી મેનના સભ્યોએ નિવૃત્તિ બાદ એવી પ્રવૃત્તિ કરી જેની પ્રેરણા સમગ્ર સમાજ લઈ રહ્યો છે. આર્મીમાંથી નિવૃત્ત થયેલા આર્મીમેન સભ્યોએ ભેગા મળી એક નિશુલ્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટની રચના કરી છે.

જેમાં gpsc માટેની તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવી.. જેના પરિણામ સ્વરૂપ ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક સરકારી નોકરીઓમાં સ્થાન મેળવ્યું છે. એક્સ આર્મી મેનના સભ્યો લોકસેવાના કામોમાં લાગ્યા છે. સકારાત્મક કામો કરવા માટે કોઈ ઉંમરનો બાધ હોતો નથી તેઓ દાખલો નવસારીના એક્સ આર્મીમેન જૂથ બેસાડ્યો છે.

Leave Comments