રાહતના સમાચાર- ગુજરાતમાં નહીં ટકરાય વાવાઝોડું

June 2, 2020 1985

Description

ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે વાવાઝોડું ટકરાશે નહીં. દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે અસર તેવું હવામાન વિભાગે જાણકારી આપી છે. સુરતથી નિસર્ગ વાવાઝોડું 670 કિ.મી. દુર છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે દ. ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

Leave Comments