રાધનપુર પેટા ચૂંટણીમાં અપક્ષ ભારે પડશે!

October 7, 2019 1370

Description

રાધનપુર વિધાનસભા બેઠક આમ તો પહેલેથી જ હોટ ફેવરિટ મનાય છે. કારણ કે શંકરસિંહ વાઘેલા જયારે રાધનપુર સીટ પર ચૂંટણી લડયા હતા ત્યારથી રાધનપુર બેઠક પ્રચલિત બની ગઇ છે. તો હાલ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ રાધનપુરમાં ખરાખરીનો જંગ જામશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

કેમ કે બંને પક્ષોમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે અસંતોષ જોવા મળી રહ્યો છે. કયાંક ને કયાંક સ્થાનિક ચહેરાઓ બંને પક્ષોને નુકસાન પહોંચાડે તેવી પૂરેપૂરી શકયતાઓ દેખાઇ રહી છે. કોંગ્રેસમાંથી ટિકીટ ન મળતાં ફરસુ ગોકલાણીએ એનસીપીમાંથી ચૂંટણી જંગમા ઉતર્યા છે.

તો ભાજપના જ પરમાભાઇ ચૌધરી અને મગનજી ઠાકોર પણ મેદાનમાં ઉતર્યા છે. જેથી રાધનપુરમાં રસાકસીનો જંગ ખેલાશે તે ચોકક્સ મનાઇ રહ્યું છે. આ ત્રણેય ઉમેદવારોને ટિકીટ નહી મળતાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. કયાંક ને કયાંક આ ઉમેદવારો રાજકીય પીઠબળના કારણે પોતાની જીતનો દાવો પણ કરી રહ્યાં છે.

Leave Comments