ગીર સોમનાથઃ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

October 26, 2020 770

Description

ગીર સોમનાથમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ ૯ કેન્દ્રો પર આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ પ્રથમ દિવસે જ ખેડૂતોમાં નિરસતા સામે આવી છે. ફક્ત એક બે ખેડુતો જ મગફળી વેચવા આવ્યા છે. સરકારી ટેકાના ભાવ કરતા ઓપન બજારમાં ખેડૂતોને વધુ ભાવ મળી રહ્યા છે. જિલ્લામાં ૨૧ હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એક સેન્ટર પર એક કલાસ-2 અધિકારી અને 4 કર્મચારીઓ હાજર રહેશે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે પુરવઠા વિભાગ દ્વારા સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

 

Leave Comments