વલસાડના ઉમરાગામમાં રેલ્વેલાઈન ગ્રામજનો માટે મુસીબત

December 30, 2018 43625

Description

ગુજરાતમાં એક તરફ બુલેટ ટ્રેનને લઈને ખેડૂતો અને સરકાર આમને-સામને છે. ત્યારે બીજી તરફ વલસાડ જિલ્લાના ઉમરગામના તુમ્બ ગામને બે ભાગમાં વહેંચી નાખનાર મુંબઇ-અમદાવાદ તરફની વર્ષો જૂની રેલવે લાઈન આસપાસના ગામલોકો માટે મુસીબત બની છે. વિકાસના નામે ઉભી કરેલી આ સગવડથી તુમ્બ ગામના 150 વિદ્યાર્થીઓ અને 500 જેટલા લોકોએ ફરજીયાત પાટા ક્રોસ કરીને રોજની 3 કિલોમીટરની ટાંટિયા તોડ કરવી પડે છે. એટલું જ નહીં, ગામલોકો કહી રહ્યા છે કે, રસ્તાના અભાવે આ ગામમાં કોઈ યુવકને લગ્ન માટે કન્યા પણ મળતી નથી.

Leave Comments