જૂનાગઢની જેલમાંથી એક કેદીનો લોહી લુહાણ થયેલો વીડિયો વાયરલ

March 8, 2019 1145

Description

જૂનાગઢની જેલમાંથી એક કેદીનો લોહી લુહાણ થયેલો વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. વીડિયો વાયરલ થતા જૂનાગઢની જેલમાં બેફામ ગુંડારાજ ચાલતુ હોવાનુ સામે આવ્યુ છે. જૂનાગઢની જેલમાંથી કેદીનો માથા પર પટ્ટી બાંધેલો અને લોહી લુહાણ હાલતમાં વીડિયો વાયરલ થયો છે.

જેમાં તે કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાએ માર માર્યાનું રટણ કરી રહ્યો છે. વીડિયોમાં દેખાય રહેલો કેદી વિજય સોલંકી છે. જે વીડિયોમાં જૂનાગઢની જેલમાં કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા દ્વારા અન્ય કેદીઓને પણ માર મારતો હોવાનું જણાવી રહ્યો છે. ત્યારે જેલ સત્તાવાડાઓએ સ્પષ્ટતા કરતા જેલમાં આવી કોઈ મારામારીની ઘટના ન બની હોવાનું જણાવી બચાવ કર્યો છે.

અને કેદી વિજય સોલંકીએ જાતે ઈજા પહોંચાડ્યાનો દાવો કર્યો છે. પરંતુ આ સમગ્ર ઘટના વચ્ચે જેલમાં મોબાઈલ ક્યાંથી આવ્યો? એ એક મોટો પ્રશ્ન છે..મહત્વનું છે કે અગાઉ પણ જેલમાં અનેક વાર કેદીઓ મોબાઈલનો લાભ ઉઠાવતા હોવાનું સામે આવેલું છે. ત્યારે જેલમાં અવાન નવાર કેદીઓને મળતી સુવિધાઓથી પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે.

Leave Comments