બનાસકાંઠામાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પડી ગયા

August 5, 2021 1490

Description

બનાસકાંઠામાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. સામાન્ય વરસાદમાં જ રોડ પર ઠેરઠેર પડેલા ખાડાઓએ પાલીકાનાં કોન્ટ્રાક્ટરોની ગેરરીતિની પોલ ખોલી દીધી છે. પાલનપુર નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરમાં મોટાભાગના માર્ગો કરોડો રૂપિયાના ખર્ચે નવા બનાવવામા આવ્યાં હતાં. પરંતુ ચોમાસાની શરૃઆતમાં જ સામાન્ય વરસાદમાં જ મોટાભાગના માર્ગો ધોવાઈ જતા માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે. જેને લઇ વાહન ચાલકોને માર્ગ પરથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા વહેલી તકે ખાડા પુરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

 

Leave Comments

News Publisher Detail