બનાસકાંઠાના પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ માર્ગ પર ખાડા પડ્યા

July 28, 2021 725

Description

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ માર્ગ પર ખાડા પડી જવાની સ્થિતિ સર્જાઇ છે.. જેને લઇ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.. સામાન્ય વરસાદમાં જ મોટાભાગના માર્ગો ધોવાઈ જતા માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે શહેરના વોર્ડ નંબર ૩ વિસ્તારનો બ્રિજેશ્વર કોલોનીથી ધનિયાણા ચોકડીને જોડતો માર્ગ શહેરનો મુખ્ય માર્ગ ગણાય છે.ત્યારે આ માર્ગ પરના ૫૦૦ મીટર જેટલા જ રોડ પર ૨૦૦થી વધુ ખાડા છે..જેને લઇ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.. તંત્ર દ્વારા વહેલી તકે ખાડા પુરવામાં આવે તેવી સ્થાનિકો માંગ પણ કરી રહ્યા છે…

 

Leave Comments

News Publisher Detail