ઠાકોર સમાજને ગદાર કહેતો વિડીયો અલ્પેશના સમર્થકોએ વાયરલ કર્યાનું અનુમાન

October 16, 2019 1145

Description

ગુજરાતના રાજકારણમાં પહેલેથી જ પ્રચલિત રહેલી રાધનપુર વિધાનસભા બેઠકમાં વિવાદનો મધપુડો છંછેડાયો છે. તેમજ આ સીટ પર ખરાખરીને જંગ જામશે તેમ ચોક્કસ મનાઇ રહ્યું છે. રાધનપુરની બેઠક મેળવવા રાજકીય પક્ષો અવનવા હથકંડા અપનાવી રહ્યા છે.

ત્યારે રાજકીય પક્ષો સોશિયલ મિડીયાના સહારે એક બીજા પર વાર કરતા જોવા મળ્યા. જેમાં કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પહેલા અલ્પેશને હરાવવા ગદારોનું ટોળું આવી રહ્યું છે.

તેવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં મોટો વિવાદ જાગ્યો છે. ઠાકોર સમાજને ગદાર કહેતાં વિવાદના વંટોળ વર્તાઇ રહ્યા છે. તેમજ આ વિડીયો અલ્પેશના સમર્થકો દ્વારા વાયરલ કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. સંમેલનમાં ભરતસિંહ સોલંકી , જગદીશ ઠાકોર સહીત કોંગ્રેસના ઠાકોર ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા.

Leave Comments