પોરબંદરના કુતિયાણામાં ડાયરામાં રૂપિયાનો વરસાદ

June 10, 2019 650

Description

ગુજરાતના કલાકારોની તો વાત જ શું કરવી? દેશ વિદેશમાં જ્યાં પણ જાય ત્યાં તેઓ રમઝટ બોલાવી દેતા હોય છે. અનેક વખત સોશિયલ મીડિયામાં ગુજરાતી કલાકારોના ડાયરાઓમાં રૂપિયા, ડોલર અને પાઉન્ડનો વરસાદ થયો હોય તેવા અહેવાલ આપણે સાંભળ્યા હશે, આવો જ એક ડાયરાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પોરબંદરના કૃતિયાણામાં યોજાયેલા એક ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા પર રૂપિયાનો વરસાદ થયો હતો. ડાયરાની મોજ માણતા કાંધલ જાડેજાએ પણ ડાયરામાં રૂપિયા ઉડાવ્યા હતા. તમને જણાવી દઇએ કે કુતિયાણાના મહિયારી ગામે ડાયરો યોજાયો હતો. અહીં કલાકાર રાજભા ગઢવીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો.

Leave Comments