પેટાચૂંટણીના પરિણામના એક્ઝિટ પોલ પર રાજકીય વિશ્લેષકોનો મત

October 21, 2019 950

Description

પેટાચૂંટણીના પરિણામના એક્ઝિટ પોલ પર રાજકીય વિશ્લેષકોનો મત સામે આવ્યો છે.

મહારાષ્ટ્રની 288 સીટ અને હરિયાણામાં 90 સીટ માટે શાંતિપૂર્ણ રીતે મતદાન પુર્ણ થઇ ગયું છે. ત્યારે પરિણામ પહેલા મહારાષ્ટ્રના એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે. ટાઇમ્સ નાઉના આંકડા જોવામાં આવે તો એનડીએને 230 સીટો મળી શકે છે.

જ્યારે યુપીએને 48 અને અન્યને 10 સીટ મળી શકે છે.. જો ટીવી 9 સીવોટરના મતે જોવા જઇએ તો એનડીએને 197, યુપીએને 40 જ્યારે અન્યને 51 સીટ મળી શકે છે. ઇન્ડિયા ટુડેના મતે એનડીએને 109થી 124 સીટ મળી શકે છે.

જ્યારે યુપીએને 72થી90 અને અન્યને 67થી 90 સીટ મળી શકે છે…રિપબ્લિકના મતે એનડીએને 165થી 175, યુપીએને 20થી 24 જ્યારે 30થી 35 સીટ મળી શકે છે. તમામ એજન્સીના મતે મહારાષ્ટ્રમાં ભગવો લહેરાઇ રહ્યો છે. મહારાષ્ટ્રની જનતાએ ફરી PM મોદી પર વિશ્વાસ મુક્યો છે.

હરિયાણામાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન પુર્ણ થયું છે. ત્યારે મતદાન બાદ એગ્ઝિટ પોલના આંડકાઓ પણ સામે આવ્યા છે. અલગ અલગ એજન્સીએ એગ્ઝિટ પોલના આંકડા જાહેર કર્યા છે.

રિપબ્લિકના મતે એનડીએને 52થી 63 સીટો મળી શકે છે.જ્યારે યુપીએને 15થી19, અને મહાગઠબંધનને 5થી10 સીટો મળી શકે છે. ટાઇમ્સ નાઉના મતે એનડીએને 71 સીટો, યુપીએને 11 સીટો જ્યારે મહાગઠબંધનને 8 સીટો મળી શકે છે.

જો ABP સીવોટરના મતે જોવા જઇએ તો એનડીએને 72 સીટો મળી શકે છે…યુપીએને 8 સીટો મળી શકે છે. જ્યારે મહાગઠબંધનને 10 સીટો મળી શકે છે. ટીવી 9 સીસરોના મત મુજબ એનડીએને 69, યુપીએને 11 જ્યારે મહાગઠબંધનને 10 સીટો મળી શકે છે.

જો તમામ એજન્સીના આંકડા પર નજર કરીએ તો હરિયાણામાં ભગવો ચોક્કસ રીતે લહેરાઇ રહ્યો છે…અને હરિયાણાની જનતાએ PM મોદી પર વિશ્વાસ રાખ્યો છે…મહત્વનું છે કેન્દ્રમાં મોદી સરકારે મહત્વના નિર્ણય લીધા છે…તે નોટબંધી હોય કે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય…

Leave Comments