3 જિલ્લાના બટાકા પકવતા ચાર ખેડૂતો સામે પેપ્સીકો કંપનીએ કેસ કર્યો

April 24, 2019 2960

Description

બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં બટાકા પકવતા ચાર ખેડૂતો સામે પેપ્સીકો કંપનીએ કેસ કર્યો છે. બટાટાના બિયારણના કોપીરાઈટ ભંગ મુદ્દે કંપની એ ખેડૂતો સામે કેસ કરી રૂપિયા એક-એક કરોડનો દાવો પણ કર્યો છે. સાથે જ અમુક બટાકાના કોપીરાઈટ હોવાનો કંપનીએ આક્ષેપ કર્યો છે.

તો જતન સંસ્થા દ્વારા કંપનીના આ આક્ષેપોને ફગાવવામાં આવ્યા છે. સંસ્થાનું કહેવુ છે કે બટાકાની કોઈપણ જાત પર કોપીરાઈટ ન હોય. તો સાથે જ કંપની કેસ પાછો નહીં ખેંચે તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે.

Leave Comments