કચ્છમાં ‘વાયુ’ વાવાઝોડાના પગલે લોકોના સ્થળાંતરની કાર્યવાહી શરૂ

June 12, 2019 2615

Description

સૌરાષ્ટ્ર-કચ્છના પ્રભાવિત થનાર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવાઈ છે. અંદાજે એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર શરૂ થઈ ગયું છે. સાથે જ એનડીઆરએફની 51 ટીમને તહેનાત કરાઈ છે. ત્યારે વાવાઝોડાની અસર તળે સુસવાટા મારતો પવન ફૂંકાવા લાગ્યો છે અને વરસાદ પણ પડી રહ્યો છે.

રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 1786 લોકોનું સ્થળાંતર કરાયું હતું. જેમાં ગોંડલમાંથી 106, જેતપુરમાંથી 271, ધોરાજીમાંથી 672 અને ઉપલેટામાંથી 425 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સેરિયાઝ બારામાંથી 400થી વધુ લોકોને એસટી બસમાં શારદાગ્રામ સ્થળાંતર કરાઈ રહ્યું છે. એસટી પોરબંદર જિલ્લામાં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે 130 શેલ્ટર હોમ બનાવાયા 35 હજાર લોકોનું સ્થળાંતર કરાશે.

Leave Comments