જુઓ નવસારીથી જનતા માંગે જવાબમાં સ્થાનિકોની સમસ્યા

February 12, 2019 3890

Description

નવસારી બેઠકમાં સૌથી વધારે કોળી પટેલ ૫૦ % મતદારો દેસાઈ ૨૦% હિન્દી ભાષી ૧૦% પાટીદાર ૮ % અન્ય જ્ઞાતિ ૧૨ % કોળી પટેલની સંખ્યા વધારે હોવાથી વર્ચસ્વ રહે છે. જલાલપોર બેઠક પર કોળી પટેલ ૬૦% અને માંછીસમજના ૨૫% મતદારોની સંખ્યા જયારે અન્ય જ્ઞાતિના ૧૫ % જેથી કોળી પટેલનું વર્ચસ્વ વધારે રહે છે.

નવસારીને મહાનગરપાલિકા બનવવાનું પાણીચું પકડાવવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદીએ નવસારી અને સુરતને ટ્વીન સીટી બનવવાના વચનને પણ રાજ્ય સરકારે કચરાના ડબ્બામાં નાખી દીધો છે. રોજગારી આપી શકે તેવા એક પણ મોટા એકમો સ્થાપિત થયા નથી. લોકલ ટ્રાન્સપોટેશન(સીટી બસ) સેવા ઉભી કરી શક્યા નથી.

પાલિકાના મોટાભાગના પ્રોજેક્ટો શોભાના ગાઠીયા સમાન બિન ઉપયોગી પ્રજાના પૈસાનું પાણી. હજુ પણ સયાજીરાવ ગાયકવાડના સમયની ગટરો નવી ગટર લાઈન નાખવામાં નિષ્ફળ રહી છે.

Leave Comments