જૂનાગઢમાં સળગતી મશાલ સાથે લોકો ગરબે ઘૂમ્યા, જુઓ Video

October 12, 2018 3425

Description

નવરાત્રિની ઉત્સાહ પૂર્વક ઉજવણી થઇ રહી છે. જુનાગઢમાં પ્રાચીન ગરબીઓએ આજે પણ પોતાનું સ્થાન બનાવી રાખ્યું છે. માથે સળગતા ગરબા અને હાથમાં સળગતી મશાલ તેમ છતાં બેફીકર થઇને ગરબે ઘૂમે છે. જુનાગઢના વણઝારી ચોકમાં નવાબી કાળથી શરુ થયેલી ગરબી આજે પણ આટલી જ પ્રખ્યાત છે. ખાસ કરીને અહીના ભુવા રાસ અને ઇંઢોણી ગરબાનો રાસ જોવા લોકો ઉમટી પડે છે.

માથે સળગતા ગરબા લઈને રાસ રમતી બાળાઓ માતાજી ઉપર ની અતુટ શ્રધ્ધા ને લીધે વાળ પણ વાંકો થતો નથી. માત્ર 21 દિવસ ની પ્રેક્ટીસ કરીને માથે સળગતા ગરબા રમતી બાળાઓ જરા પણ ભય વગર માતાજીની આરાધનામાં લીન બની જાય છે. ખાસ કરીને અહી નો પ્રાચીન રાસ જે આજે લુપ્ત થતો જાય છે તે છે ભુવા રાસ. જેમાં સતત 150-200 વાર ગરદન ને ઘુમાંવવાની હોય છે તેમ છતાં બાળાઓ થાક્યા વગર અને ડર રાખ્યા વગર બન્ને રાસ ઉત્સાહ થી કરે છે.

 

Leave Comments