પાટણ જિલ્લામાં નર્મદાનું પાણી ન મળતા ખેડૂતોની હાલત કફોડી

December 17, 2018 605

Description

પાટણ જિલ્લામાં સિંચાઈમાટે નર્મદાનું પાણી ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. એક તરફ રાજ્યમાં ઓછા વરસાદને કારણે અછતની સ્થિતિ છે ત્યારે બીજી બાજૂ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા રવીપાક નિષ્ફળ ગયો છે. સમી તાલુકાના જલાલાબાદ ખાતેની નર્મદા કેનાલ વર્ષ 2017માં તૂટી ગઈ હતી, જેને હજુ સુધી રિપેર કરવામાં નથી આવી.

જેને કારણે જલાલાબાદના ખેડૂતોને રવીપાક માટે નર્મદાનું પાણી નથી મળી રહ્યું. તો સરકાર દ્વારા 1 ડિસેમ્બરથી ઘાસડેપો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તે પણ હજુ સુધી શરૂ કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

ત્યારે સરકાર દ્વારા 3 કિલોમીટરની અંડરગ્રાઉન્ડ લાઈન નાંખીને પાણી આપવામાં આવે તેમજ ઘાસચારો પુરો પાડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યાં છે.

Leave Comments