દૂધસાગર ડેરીના સંચાલકો દ્વારા પશુપાલકોને વધુ એક ફટકો

February 11, 2019 290

Description

દૂધસાગર ડેરીના સંચાલકો દ્વારા પશુપાલકોને વધુ એક ફટકો પડ્યો છે. દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં રૂ.50નો વધારો કર્યો છે. આ સાથે જ સાગરદાણના ભાવ રૂ.1100થી વધીને રૂ.1150 થઈ ગયો છે.

દુષ્કાળના વષૅમાં સાગરદાણના ભાવમાં વધારો થતા દૂધ ઉત્પાદકોને પડતા ઉપર વધુ એક પાટું પડ્યુ છે. તો મહેસાણાના દૂધ ઉત્પાદકોની હાલત હવે વધુ કફોડી બનશે. ત્યારે સાગરદાણના ભાવમાં રૂપિયા 50નો વધારો આજથી જ લાગુ કરી દેવાશે.

Leave Comments