ગાંધીનગરમાં NRI મહિલાની 12 લાખના દાગીના ભરેલી બેગની ચોરી

December 9, 2018 3725

Description

ગાંધીનગરમાં એસ.ટી. બસ સ્ટેશન પરથી NRI મહિલાની દાગીના ભરેલી બેગની ચોરી થવાની ઘટના સામે આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલી NRI મહિલા પાસે રહેલા રૂપિયા 12 લાખના દાગીના ભરેલી બેગની ચોરી થઈ છે. મહિલા ગાંધીનગર એસ.ટી. બસ સ્ટેશનથી કેવડિયા જવા માટે બસમાં ચઢવા જતી હતી તે વખતે કોઈ અજાણી વ્યક્તિએ મહિલાના બેગની ચોરી કરી.

મહિલાએ આ અંગે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. જોકે ગાંધીનગર બસ સ્ટેશન પર સીસીટીવી કેમેરા તો છે પરંતુ તે બંધ હાલતમાં હોવાથી ચોરોને મોકળું મેદાન મળી ગયું છે. અવારનવાર ચોરીની ઘટનાઓ બનવા છતા બેદરકાર તંત્ર દ્વારા કોઈ પગલાં નથી લેવામાં આવતા.

Leave Comments