નવસારીમાં NRIએ પોતાના દેશવાસીઓને અનોખી મદદ કરી

April 24, 2020 2360

Description

કોરોનાની મહામારીમાં સૌ કોઇ એકબીજાની મદદ કરી રહ્યાં છે. નવસારીમાં NRIએ પોતાના દેશનાસીઓને અનોખી મદદ કરી છે. NRI મુસ્લિમ પરિવારે જરૂરીયાત મંદો માટે પાંચ હજાર કીટ બનાવી તેનું વિતરણ કર્યું છે.

મૂળ નવસારીના અને લંડનમાં સ્થાયી થયેલા મુસ્લિમ બિરાદર લોક ડાઉનમાં અહીં ફસાઇ ગયા હતા. જોકે હવે લંડન સરકારે ભારતમાં ફસાયેલાને પરત લઇ જવાની વ્યવસ્થા કરી છે. ત્યારે આ મુસ્લિમ બિરાદરે લંડન પરત ફરતા પહેલાં જરૂરીયાત મંદોને અનાજ કીટનું વિતરણ કરીને અનોખો વનતપ્રેમ દર્શાવ્યો છે.

 

Leave Comments