રીક્ષામાં લઇ જવાઇ આ NRIના દીકરાની જાન, કારણ જાણી રહી જશો દંગ !

January 3, 2020 3470

Description

બારડોલીમાં NRI પટેલ પરિવારે દીકરાની જાન રિક્ષામાં લઇ જઇ સમાજમાં ઉતમ દાખલો બેસાડયો છે. જેમાં ધનાઢય પરિવારે 12 જેટલી રિક્ષા લઇ સાદગીથી લગ્ન મંડપમાં પહોંચ્યા હતા. ત્યારે કામરેજના સેવણી ગામના વૈભવી પટેલ પરિવારના દીકરા શિવ પટેલની ઈચ્છા હતી કે તેની જાન વૈભવી ઠાઠ સાથે નહી પણ ઓટોરીક્ષામાં કાઢવામાં આવે.

પહેલા તો દીકરાની ઈચ્છા સામે પરિવાર મુજવણમાં હતો, પરંતુ પછી તેઓ પણ રીક્ષામાં બેસી લગ્ન મંડપ સુધી જવાનું નક્કી કર્યું. અને પટેલ પરિવાર વરરાજા સાથે ૨૪ જેટલા પરિવારના સભ્યો ૧૨ રીક્ષા લઇ સાઈમંદિરથી ૫ કિલોમીટર દુર લેઉવા પાટીદાર વાડી ખાતે પોહ્ચ્યા હતા. આ પ્રસંગે પરિવારમાં જેટલો ઉત્સાહ હતો. તેનાથી વધારે ઉત્સાહ રિક્ષા ચાલકોમાં જોવા મળતો હતો.

Leave Comments