નાગરિકોને શુદ્ધ પાણી મળે તેવી મૂહિમમાં હવે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જોડાયા

January 13, 2020 1445

Description

રાજ્યમાં પીવા માટે નાગરિકોને શુદ્ધ પાણી મળે તેવી મૂહિમમાં હવે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જોડાયા છે. પાટણ શહેરમાં પાલીકા દ્વારા આપવામાં આવતા પાણી સામે ગુણવત્તાને લઇ લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

જેમાં 20માંથી 11 નમૂના ફેલ સાબિત થયા હતા. જે બાદ તેઓ સંકલન સમિતીમાં આ અંગે રજૂઆત કરી હતી. તો સંદેશ ન્યૂઝની ટીમ પાટણ શહેરની સિદ્ધહેમ સોસાયટીમાં પહોંચી પાણીની ગુણવત્તા અંગે સ્થાનિક રહીશોના મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં પાલીકા દ્વારા આપવામાં આવતું પાણી વધુ પડતા ક્ષારવાળું અને આરોગ્યને નુકસાન થતું હોવાનું લોકો જણાવી રહ્યા છે. અશુદ્ધ પાણીને લઈને સ્થાનિકોએ પાલીકાના તંત્ર સામે રોષ પણ ઠાલવ્યો હતો.

 

 

Leave Comments