મહેસાણા દૂધસાગર ડેરીની મળી સાધારણ સભા

April 21, 2019 2825

Description

મહેસાણા દૂધસાગર ડેરીની મળી સાધારણ સભા મળી.. જેમાં સંઘના પેટા કાયદા 35 (1) અ (1),(2)માં સુધારો કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો. નિયામક મંડળના સભ્ય ચૂંટવા મતદાર 15 મત આપશે. ફેડરેશન પાસેથી લેણા 375 કરોડ રૂપિયા મુદ્દે પણ ઠરાવ પસાર થયો..ડેરી હવે મલ્ટી સ્ટેટમાં પોતાની રીતે દૂધ વેચશે..

રાજસ્થાનને પણ નિયામક મંડળમાં બેઠક અપાઇ. અત્યાર સુધી મહેસાણા જિલ્લાના જ દૂધ ઉત્પાદકોને બેઠક મળતી હતી..નીતિનભાઇએ ડેરી મામલે મળવાનો સમય મળ્યો નથી. દૂધ ઉત્પાદકોના હિતમાં જે પક્ષમાં જવુ હશે તે પક્ષમાં જઇશ તેમ વિપુલ ચૌધરીએ જણાવ્યુ.

Leave Comments