નવસારીના યુવા પ્રગતિશીલ ખેડૂતે કરી ડ્રેગન ફ્રુટની અનોખી ખેતી

April 15, 2020 2855

Description

ગણદેવી તાલુકાના વડ સાંગળ ગામના યુવા પ્રગતિશીલ ખેડૂતે મેહુલ પટેલ બે વિઘા જમીનમાં રૂ. ૬ લાખના ખર્ચે ૬૦૦ પોલ ઉપર ૨૪૦૦ ડ્રેગન ફ્રુટ છોડનું વાવેતર કર્યું છે. જે આગામી ૨૫ વર્ષ સુધી મબલક આવક આપશે. કારણ કે અનેક વિટામિન્સ, મિનરલ્સ અને ન્યુટ્રિશન્સ વેલ્યુ ધરાવતા આ વિદેશી ફળની ઘર આંગણે ઊંચી માગ છે.

ગાણદેવીના આંગણે ડ્રેગન ફ્રુટ ની ખેતી જોઇ રાહદારીઓમાં કુતૂહલ સર્જાયું છે. મેહુલ પટેલ છેલ્લા ૧૦ વર્ષથી ગણદેવી તાલુકામાં કેરી અને ચીકુની ખેતી કરતા હતા. પરંતુ ગ્લોબલ બોર્મિંગ અને બદલતા જતા વાતાવરણના કારણે કેરી અને ચીકુના પાકને ભારે નુકશન થતું હતું.

જેથી મેહુલભાઈએ આંબાના ઝાડને દૂર કરી ડ્રેગન ફ્રૂટની ખેતીના બીજ વાવ્યા અને નવા વિદેશી પાકના નવસારી જિલ્લામાં શ્રી ગણેશ કર્યા છે.

Leave Comments