રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત, સ્વાઇન ફ્લૂના વધુ 94 કેસ નોંધાયા

February 17, 2019 830

Description

રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત્ છે. સ્વાઇન ફ્લૂને નાથવામાં આરોગ્ય વિભાગ પાંગળુ સાબિત થઇ રહ્યું છે. શનિવારે સ્વાઇન ફ્લૂના વધુ 94 કેસ નોંધાયા. અમદાવાદમાં 50, સુરતમાં 10, વડોદરામાં 9, બનાસકાંઠામાં 3 અને મહેસાણામાં 3 કેસ નોંધાયા. જ્યારે સ્વાઇન ફ્લૂના કારણે રાજકોટમાં 3 લોકો મોતને ભેટ્યા. જામનગરના લાલપુરમાં સ્વાઈન ફ્લૂથી 51 વર્ષિય આધેડનું મોત નિપજ્યું. તો પાટણ જિલ્લામાં સ્વાઈન ફ્લૂથી 3 લોકોના મોત નિપજ્યા. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કુલ 618 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

Leave Comments