રાજ્યમાં આરોગ્યની સ્થિતિ ખાડે, સ્વાઈન ફ્લૂના વધુ 67 કેસ નોંધાયા

March 10, 2019 740

Description

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત છે. સુરતમાં 19 સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા અને અમદાવાદમાં 9 કેસ નોંધાયા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 7 અને સાબરકાંઠામાં જિલ્લામાં 6 સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા છે. મહેસાણામાં ચાર કેસ તેમજ રાજકોટમાં પણ ચાર કેસ નોંધાયા છે. વલસાડ તથા પાટણમાં 3-3 સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા છે. સ્વાઈન ફ્લૂથી વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. હાલમાં સ્વાઈન ફ્લૂના 531 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સ્વાઈન ફ્લૂથી અત્યાર સુધીમાં 114થી વધુ લોકોનાં મોત થયા છે.

Leave Comments