રાજ્યમાં સ્વાઈન ફ્લૂના વધુ 114 કેસ નોંધાયા

February 25, 2019 875

Description

રાજ્યમાં સ્વાઈન ફ્લૂના વધુ 114 કેસ નોંધાયા છે. સ્વાઈન ફ્લૂથી વધુ બે દર્દીના મોત નીપજ્યા હોવાની પણ માહીતી સામે આવી છે. ચાલુ વર્ષે સ્વાઈન ફ્લૂથી કુલ 90 દર્દીના મોત થયા છે. હાલમાં સ્વાઈન ફ્લૂના 678 દર્દી સારવાર હેઠળ છે.

અમદાવાદમાં 39,સાબરકાંઠા,પાટણમાં 8-8 કેસ નોંધાયા છે. અને સુરતમાં 8,વડોદરા,આણંદમાં 6-6 કેસ નોંધાયા છે. તો આ તરફ અમરેલીમાં 5,મહેસાણા,જૂનાગઢમાં 4-4 કેસ નોંધાયા છે.

Leave Comments