NRI મિત્તલ સરૈયા રોકાયા હતા તે હોટેલના CCTV ફૂટેજ સામે આવ્યા

December 6, 2018 3350

Description

વડોદરાના BCAના પૂર્વ ક્રિકેટર અને NRI મિત્તલ સરૈયા સાત દિવસ બાદ દમણથી મળી આવ્યા છે. ત્યારે દમણની જે હોટલમાં મિત્તલ સરૈયા રોકાયા હતા તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. દમણની ઉમેશ હોટલમાં રૂમ નંબર 112માં મિત્તલ સરૈયા રોકાયા હતા. ત્યાંના સીસીટીવી ફૂટેજમાં મિત્તલ સરૈયા જોવા મળ્યા છે.

વડોદરાની ક્રાઇમ બ્રાંચની ટીમે મિત્તલ સરૈયાનો કબ્જો દમણથી મેળવ્યો હતો અને વડોદરા લઇ આવ્યા હતા. ત્યારે મિત્તલ સરૈયા આખરે કેમ દમણમાં રોકાયા હતા તે અંગેનું કારણ ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં સામે આવશે.

Tags:

Leave Comments