પોરબંદરમાં ચાલુ બસે ડ્રાઈવરે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

February 20, 2020 1265

Description

પોરબંદરમાં ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી છે. જેમાં 30 વર્ષીય મહિલા સાથે ચાલુ બસે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે પરપ્રાંતિય મહિલા છોટા ઉદેપુરથી પોરબંદર જઈ રહી હતી. તે સમયે છોટાઉદેપુર નજીક એક હોટલ ખાતે ચા નાસ્તા માટે ઉભેલી બસની છત પર લઈ જઈને મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

મહિલા નશાની હાલતમાં હોવાથી બસના ડ્રાઈવરે તકનો લાભ ઉઠાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે દુષ્કર્મને પગલે મહિલાએ રાણાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ઝીરો નંબરે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Leave Comments