અરવલ્લીમાં ગટર લાઈનમાં કરોડોનો ભ્રષ્ટાચાર

August 18, 2019 710

Description

અરવલ્લી જિલ્લાના ધનસુરાનગરમાં વારંવાર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવતી હોય છે. ગઈકાલે ધનસુરાના જનતાનગરમાં ગંદા પાણીના નિકાલ માટેની ગટર લાઈન ચોકઅપ થવાના અને સાંકડી ગટર લાઈન હોવાના કારણે વરસાદી પાણી વસાહતમાં ઘૂસી આવતા હોવાનું તારણ બહાર આવ્યું છે.

ત્યારે કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર લાઈનનું રિયાલિટી ચેક સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું હતુ. તેમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પંપિંગ સ્ટેશન બનાવેલ છે. પરંતુ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં પંપિંગ સ્ટેશન બંધ હાલતમાં જોવા મળ્યું હતુ.

Leave Comments