ગીર સોમનાથમાં સતત વરસાદના પગલે મુખ્ય પાકને વ્યાપક નુકશાન

October 20, 2019 440

Description

ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાતા અતિવૃષ્ટિ જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. મગફળી ગીર સોમનાથ જિલ્લાનો મુખ્ય પાક છે. અને મુખ્ય પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. ખેડૂતોના ખેતરોમાં મગફળીના પાથરા પડ્યા હતા અને અચાનક કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

વેરાવળ અને તાલાલા તાલુકામાં કમોસમી વરસાદની નુકસાની જોવા મળી રહી છે. જ્યારે હજુ 2 દિવસની વરસાદની આગાહીના પગલે જો વધુ વરસાદ વરસે તો જિલ્લાભરમાં વ્યાપક નુકસાન થશે.

Leave Comments