કોરોનાથી બચવા જામનગરના યુવાને બનાવ્યું અનોખુ મશીન

March 29, 2020 2015

Description

દુનિયા ભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોનાના સંક્રમણથી બચવા ચાઈનામાં પુરા માનવ શરીરને વિષાણુ મુક્ત બની રહે તે માટે એક મશીન બનાવ્યું છે. તેનાથી પ્રેરણા લઈને જામનગરમાં એક સાહસિક યુવાને કોરોના સામે રક્ષણ આપતું દેશી પ્રકારનું મશીન બનાવ્યું છે.

એક્સપોર્ટ ઈમ્પોર્ટના ધંધામાં કાર્યરત કૈલાશ ગાધેર નામના ઉદ્યમીએ ચાઈનાથી પ્રેરણા લઈને જામનગરમાં પુરા માનવ શરીરને ડીસઇન્ફેક્શન કરી શકાય એવી રીતે એક દેશી મશીન બનાવ્યું છે.

આ મશીનમાં માણસ પસાર થાય એટલે પૂરા શરીરના જીવાણુ સ્પ્રેના માધ્યમથી નાશ થઇ જાય છે. અને કોરોના વાયરસ ફેલાતા અટકાવવામાં કારગત નિવડશે. જામનગરીએ બનાવેલા આ મશીન IMAએ પ્રમાણિત કર્યું નથી.

Leave Comments