અંકલેશ્વરમાં મકાનમાં લૂંટારૂઓ ત્રાટક્યા, 3.5 કરોડની સનસનીખેજ લૂંટ

April 28, 2018 965

Description

ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ વધ્યો છે રાજયભરમાં સઘન પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવતું હોવાના પોલીસ દાવા કરી રહી છે ત્યારે ભરૂચના અંકલેશ્વરમાં ધોળા દિવસે રૂ. 3.50 કરોડની લૂંટની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.

અંકલેશ્વરમાં જીઆઈડીસી ખાતે આવેલી ગુરુકૃપા સોસાયટીના એક મકાન ઉપર લૂંટારુઓ ત્રાટક્યા હતા. લૂંટારુ ટોળકીએ મકાન માલિક અને તેમના પરિવારને માદક પદાર્થ સુંઘાડીને બેભાન કર્યા હતા. ત્યાર બાદ ચાર લૂંટારુઓ ઘરમાંથી રૂ. 3.50 કરોડની મતાનો હાથ ફેરો કરીને પલાયન થઈ હયા હતા.

આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. લૂંટારુઓ લૂંટનો મુદ્દામાલ લઈને જતા નજીકના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે લૂંટારુઓને ઝડપી લેવા કવાયત આરંભી છે.

Leave Comments