“લોબાન” આવે છે !!! બંદરો પર 2 નંબરનું ભય સુચક સિગ્નલ

October 12, 2018 1610

Description

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ્રેશનને પગલે લોબાન વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. જેને પગલે રાજ્યના મોટાભાગના બંદરો પર બે નંબરનું ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયામા ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

હાલ ગુજરાતના દરિયામાં કરંટ જોવામળી રહ્યો છે. દરિયાના મોજા અંદાજે 15 ફૂટ જેટલાં ઊંચા ઉછળી રહ્યા છે. સુરક્ષાના ભાગ રૂપે જિલ્લાનું વહીવટી તંત્ર દ્વારા લોકોને દરિયાકિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડા અંગે હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યના દરિયા કિનારે 40થી 55 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.

Leave Comments