અમરેલીના સાવરકુંડલામાં સિંહબાળનો મૃતદેહ મળ્યો

January 24, 2020 650

Description

અમરેલીના સાવરકુંડલામાં સિંહબાળનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. જેમાં વન વિભાગે સેંજળ રેવન્યુ વિસ્તારમાંથી ત્રણ માસાના બાળ સિંહનો કોહવાઇ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.

સિંહબાળના મૃતદેહમાંથી ત્રણ નખ પણ લાપતા છે. હાલ આસપાસના વિસ્તારોમાં નખ શોધવા માટે સ્કેનિંગ ચાલી રહ્યું છે. મહત્વનું છે કે આ પહેલાં પણ સિંહના નખ લાપતા થયાનો કિસ્સો બહાર આવ્યો હતો.

ત્યારે ફરી એક વખત વન વિભાગની બેદરકારી સામે આવી છે. જેમાં સિંહબાળનું આશરે 15 દિવસ પહેલા મોત થયું હતું અને કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.

 

 

Leave Comments