ડૉ.ધારી પંચમદાએ 21 રાગ ગાઈને ગીનિસ બુકમાં સ્થાન મેળવ્યું

November 19, 2018 2705

Description

મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર તરીકે પ્રચલિત વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મહોત્સવમાં બીજા દિવસે ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. ડૉ.ધારી પંચમદાએ 5 મિનિટમાં 21 રાગ ગાઈને ગીનિસ બુકમાં સ્થાન મેળવ્યું છે. સાથે જ ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

કાર્યક્રમમાં ડેપ્યુટી CM નીતિન પટેલ, મંત્રી ઈશ્વરભાઇ પટેલ તેમજ મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. 2 દિવસીય મહોત્સવને લઇને વડનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું. શહેરના હાટકેશ્વર મહાદેવ મંદિર, કીર્તી તોરણ, દરવાજા તળાવ સહિત વિવિધ સ્થળો પર અદભૂત લાઈટીંગ કરાયું.

Tags:

Leave Comments